4 min

મનવા લેને લ્હાવ અમૂ‪લ‬ Agantuk's Podcast

    • Hinduism

મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોંઘા એના મુલ

મનવા લેને લ્હાવ અમૂલ, મનવા લેને લ્હાવ અમૂલ

ષડ રિપુનો સંગ તજીને, પ્રેમ ભક્તિ શૃંગાર સજીને

નિશ દિન હરિનું નામ રટીને, પ્રેમ હિંડોળે ઝુલ

મનવા લેને લ્હાવ અમૂલ

ન કરવાના કામ કરીને, પાપ કમાણીએ પેટ ભરીને

પર નારીનો સંગ કરીને, લાખો થઈ ગ્યાં ડૂલ

મનવા લેને લ્હાવ અમૂલ

મિથ્યા માયામાં મનડું મોહ્યું, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું

મુરખે પાછું વળી નવ જોયું, એ જ મોટી ભૂલ

મનવા લેને લ્હાવ અમૂલ

અવસર આવો ફરી નહીં આવે, અભિમાને શીદ બાજી ગુમાવે

‘દાસ સતાર’ સાચું સમજાવે, ફુલણશી મત ફુલ