AMBALAL PATEL : વરસાદ ની આગાહી, હવામાન, ખગોળશાસ્ત્ર, નક્ષત્રો, પંચાંગ | TAS | EPISODE 3

The Apoorv Show Podcast

નમસ્તે મિત્રો, ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. અને એ પણ આપણા જાણીતા ખગોળશાસ્ત્રી એવા અંબાલાલ પટેલ સાથે. અંબાલાલ પટેલ જેમણે આપણા શાસ્ત્રો મા હાજર પુસ્તકો જેવા કે, મેઘમહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહીસંહિતા (બૃહદ સંહિતા) તથા કેટલાક જૈન શાસ્ત્રો જેવા કે, ભદ્ર બાહુ સંહિતા, આરંભ સિદ્ધિ, તેમજ ખગોળ ને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડાળિયા, સાઠ સંવતસરી કુંડળી, ચોમાસા ના વર્તાનારો કોહિનૂર, દેશી વાયુચક્ર વગેરે નો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. પોતે જ પોતાના ગુરૂ બની હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ 1980 ના વર્ષમાં કરેલી અને એ અક્ષરશ: સાચી પડતાં ઘણાંનું ધ્યાન ખેંચાયેલું અને એમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો. એ પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી. સંદેશ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ એમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા.ઘણાં સામયિકો પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યાં. સંદેશ, જીટીપીએલ, દૂરદર્શન, ન્યૂઝ- 18, 24, વી આર લાઈવ, વીટીવી જેવી ચેનલો પણ " પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ...." આ રીતના સમાચારો પ્રસારીત કરવા લાગી. એમની આ સિધ્ધિઓની કદરના ભાગરૂપે એમને ઘણા એવોર્ડસ્ પણ મળ્યા છે અને સન્માન પણ થયાં છે. 2003 માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે.તો,નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઈન્ટરનેશનલ સીમ્પોસીયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીઝ 2011, લોકસેવા ટ્રસ્ટ- કરમસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડીટી એવોર્ડ એનાયત થયેલ છે.ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી કલબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ એમનું સન્માન કરવામાં આવેલ છે. વિદેશના કેટલાક વિદ્

To listen to explicit episodes, sign in.

Stay up to date with this show

Sign in or sign up to follow shows, save episodes and get the latest updates.

Select a country or region

Africa, Middle East, and India

Asia Pacific

Europe

Latin America and the Caribbean

The United States and Canada