The Genius Talk l An Inspirational Talk Series

The Genius Talk

"Those who tell the stories rule the world" the Native American proverb is the base of the Genius Talk series idea. All that makes a difference is the great stories behind the success of A Genius. We aim to create this series to bring closer the Society at large by way of sharing the real stories of innovations, fight back to chase and achieve the dreams, words of motivation, achievements and social initiatives. Genius Talk as the words depict it’s a talk series showcasing the influential stories to learn from the experience of the people who are Genius by their actions in real life.

  1. 07/29/2022

    Being Green is More Important than Just Buying Eco Friendly l Chinmai Hemani l The Genius Talk

    Being Green is More Important than Just Buying Eco Friendly l Chinmai Hemani l The Genius Talk ચિન્મયી હેમાણીએ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી મેળવી સૌથી પહેલા ચાર વર્ષ રિલાયન્સ ઈન્ફોકોમમાં કામ કર્યું એની સાથે સાથે એમણે ત્યાં 3R એટલે કે રીડ્યુસ, રીયુઝ, રીસાઈકલ  (Reduce, Reuse, Recycle) પર કામ કર્યું. ત્યારબાદ TCS મુંબઈમાં ચાર વર્ષ કામ કર્યું જ્યાં એક સારી બાબત એ હતી કે 10 કર્મચારી કોઈ એક કોઝ માટે કામ કરવા ઇચ્છતા હોય તો ક્લ્બ બનાવી શકે, ત્યાં તેમણે એન્વાયરમેન્ટ ક્લ્બની શરૂઆત કરી અને વિકેન્ડ પ્રોગ્રામ્સ કર્યા જેમાં એક્સપર્ટ ટોક, બીચ ક્લીનઅપ, રેલ્વે સ્ટેશન ક્લીનઅપ, નેચર ટ્રેઈલ્સ વગેરે જેવા કાર્યક્રમો કર્યા. ચિન્મયીને આ બધું કરવું ગમતું હતું અને એમાં જ આગળ વધવાની ઈચ્છા હતી એટલે એમણે સારી એવી કોર્પોરેટ જોબ છોડી રૂચીની એન્વાયરમેન્ટ સસ્ટેઈનેબીલીટી પ્લાનર્સ (રૂચીની ESP) નામથી પોતાનું સ્ટાર્ટઅપ કર્યું. જેમાં તેઓ પર્યાવરણ સંરક્ષણ અને જલવાયુ પરિવર્તન માટે કામ કરે છે. ચિન્મયી માને છે કે આજે નહિ તો કાલે સૌએ આના માટે જાગૃત થવું જ પડશે અને આ દિશામાં કામ કરવું જ પડશે. તો આવો જાણીએ એમની સફર એમની પાસેથી જ... Follow The Genius Talk on:   Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/ Insta: https://www.instagram.com/thegeniustalk/ Twitter: https://twitter.com/thegeniustalk99  #TheGeniusTalk #GeniusTalk #TalkSeries #ChinmaiHemani #ClimateChangeAwareness #Sustainability #EnvironmentProtection

  2. 07/22/2022

    Nobody should Sleep Hungry l Bolbala Charitable Trust l Jayesh Upadhyay l The Genius Talk

    Nobody should Sleep Hungry l Bolbala Charitable Trust l Jayesh Upadhyay l The Genius Talk   રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સુવે નહિ એ ઉદેશ્યથી કામ કરતી સંસ્થા એટલે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ. જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા 1991માં એક વૃધ્ધ ડોશીમાની વેદના જોઈ, એમનું કોઈ ન હતું તો એમને મદદ કરવાનું નક્કી કર્યું અને માત્ર 51 રૂપિયાની બેન્ક બેલેન્સ સાથે 29-5-1991 ના રોજ શરૂઆત થઇ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાની સફર. નાના પાયાથી શરૂઆત કરી આજે ઘણા મોટાપાયા પર આ સંસ્થા કામ કરી રહી છે. મેડિકલ ઇકવીપમેન્ટ જેમને જોઈતા હોય એમને ત્યાંથી કોઈપણ ચાર્જ વગર વાપરવા આપવામાં આવે છે અને દર્દીને સારું થઇ જાય ત્યારે પરત આપી જવાનું. જયેશભાઇ કહે છે "સાધનો લઇ જાવ ને આશીર્વાદ આપી જાવ"    કોવીડની પ્રથમ લહેર વખતે સતત 72 દિવસો સુધી એમણે 25000 લોકો માટે રસોડું દરરોજ ચલાવ્યું જેમાં 108 વાહનો દ્વારા અને 500 થી વધુ સ્વયંસેવકોની મદદથી કોવીડની પ્રથમ લહેરમાં કુલ 20,00,000 લોકોને ભોજન પહોચાડ્યું. જેના માટે બોલબાલા ટ્રસ્ટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત થયો. કોવીડની બીજી લહેર વખતે 15,000 ઓક્સીજન સીલીન્ડરની વ્યવસ્થા કરી હજારો જીંદગીઓ બચાવી.        બોલબાલા ટ્રસ્ટ રાજકોટમાં કોઈ ભૂખ્યો ન સુવે એ ઉદ્દેશ્યથી રોજ 32 વાહનો દ્વારા, 100 થી વધુ સ્ટાફ અને 200 થી વધુ સ્વંસેવકોની મદદથી રોજ 3000 થી વધુ  લોકોને ભોજન પહોંચાડે છે.  તો આવો જાણીએ જયેશભાઇ પાસેથી જ બોલબાલા ટ્રસ્ટની સફર વિષે...   Follow The Genius Talk   Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/ Insta: https://www.instagram.com/thegeniustalk/ Twitter: https://twitter.com/thegeniustalk99  #TheGeniusTalk #GeniusTalk #TalkSeries #BolbalaCharitableTrust #JayeshUpadhyay

  3. 07/15/2022

    Lost her Strength but not Hope l Deval Vora l The Genius Talk

    Lost her Strength but not Hope l Deval Vora l The Genius Talk   દેવલે MBA કર્યા બાદ આવેલી એક ઓફર સ્વીકારી અને બની ગઈ રેડિયોની આર. જે.  દેવલ. જે અવાજ એની ઓળખ હતી,  જે અવાજથી એનું નામ હતું એ અવાજે જ એનો સાથ છોડી દીધો, ડોક્ટરે કહી દીધું હવે એ આર. જે. તરીકે કામ નહિ કરી શકે. ત્યારબાદ એને સમજાયું કે નામ અને કિર્તી તો જીવનમાં બધા કમાવા ઈચ્છતા જ હોય પણ એનાથી પેટ નથી ભરાતું એ એક કડવી વાસ્તવિકતા છે.  એ ખુબ હતાશ થઇ ગઈ અને ડિપ્રેશનમાં સરી પડી પણ થોડા સમયમાં એણે નિરાશાને ખંખેરી ફરીથી ઊભા થવાનું નક્કી કર્યું અને સેલ્સ જેવા એક અજાણ્યા જ ફિલ્ડમાં ચેલેન્જ લઈને જોબ સ્વીકારી. એમાં પણ એણે ખુબ સફળતા મેળવી. જીવનમાં ક્યારેય બિઝનેસનો અનુભવ કર્યો ન હતો તો એક ફ્રેન્ચાઇઝી લઇ એ અનુભવ પણ એણે કર્યો. આ ઉપરાંત નાટકોમાં કામ કરવાના બદલે નાટકો માટે કામ કરવાનું શરુ કર્યું અને રાજકોટ જેવા શહેરમાં અવનવા અને સારા નાટકો લાવવાનું બીડું ઝડપ્યું.    દેવલની કહાનીમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ છીએ કે કોઈપણ પરિસ્થિતિ કે મુશ્કેલી માનવીને જીવનમાં આગળ વધતા અટકાવી ન શકે. જો જીવનમાં એક દરવાજો બંધ થાય છે તો બીજા અનેક દરવાજા ખુલી પણ જાય છે.       Follow The Genius Talk on:  Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/ Insta: https://www.instagram.com/thegeniustalk/ Twitter: https://twitter.com/thegeniustalk99  #TheGeniusTalk #GeniusTalk #TalkSeries #DevalVora #RJDeval #VaidehiEntertainment

  4. 04/22/2022

    Protect Child from Child Absuing l Hemal Dave l The Genius Talk

    Protect Child from Child Absuing l Hemal Dave l The Genius Talk પ્રોફેશનલ કાઉન્સેલર, ઓલ ઇન્ડિયા રેડીઓ એનાઉન્સર, એન્કર, સિંગર, ડ્રામા આર્ટીસ્ટ, રાઇટર એવા મલ્ટી ટેલન્ટેડ હેમલબેન દવેને બાળપણથી સેવા પ્રત્યે લગાવ હતો. એક મુકામ પર પહોંચી સેવા કરવી એના બદલે એમણે પહેલી કમાણીથી  જ પોતાની આવકના 10% રકમ સેવા પાછળ આપી રહ્યા છે. તેઓ માને છે  સેવાના સીમાડા નથી હોતા. અલગ અલગ રીતે સમાજસેવા તેઓ કરી જ રહ્યા હતા.    ઘણા NGO કે સામાજીક સંસ્થા પણ પોતાની રીતે સેવા કરી જ રહ્યા છે અને સારું કામ પણ કરી જ રહ્યા છે. પરંતુ ચાઈલ્ડ સેક્સયુઅલ અબ્યુઝિંગ પ્રત્યે સમાજમાં જોઈએ એટલું કામ નથી થઇ રહ્યું ઉપરાંત એવા બનાવો પણ ઉતરોતર વધી રહ્યા છે અને જેની નેગેટીવ અસર બાળકો પર આજીવન રહે છે ત્યારે હેમલબેને આ તરફ કામ કરવાનું નક્કી કર્યું. આ માટે એમણે ઓજસ્વીની ફાઉન્ડેશનની સ્થાપના કરી.  આ દુષણને અટકાવવા બાળકોમાં જાગૃતિ લાવવા તેમણે બાળકોને આ વિશે સમજ આપવાની શરુ કરી જેમાં સ્વરક્ષણ અભિયાન, મેચ્યુરિટી અવેરનેસ સેમીનાર, આ ઉપરાંત પણ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તેઓ શ્રીમદ ભગવત ગીતાને આદર્શ માની એના ઉપદેશને સાક્ષાત જીવી પણ રહ્યા છે. તેઓ માને છે કે ફાઉન્ડેશન દ્વારા જે કંઈ કાર્ય થઇ રહ્યું છે એ કુદરત જ બધું કરાવી રહ્યા છે  અને તેઓ તો નિમિત્ત માત્ર છે.       Follow The Genius Talk:  Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/ Insta: https://www.instagram.com/thegeniustalk/ Twitter: https://twitter.com/thegeniustalk99  #TheGeniusTalk #GeniusTalk #TalkSeries #HemalDave #OjaswiniFoundation #TheGeniusTalkPodcast

  5. 04/08/2022

    Your Choice is Your Destiny l Tanvi Gadoya l The Genius Talk

    Your Choice is Your Destiny l Tanvi Gadoya l The Genius Talk  तन्वी गदोया 13 साल की उम्र से ही पब्लिक स्पीकर हैं। उन्हें अब तक 70 से ज्यादा अवॉर्ड मिल चुके हैं। उनका मानना है कि जीवन का एक उद्देश्य होना चाहिए। जिसे हम "पर्पज ऑफ लाइफ" कहते हैं। तन्वी बचपन से ही पब्लिक स्पीकिंग करती रही थी तो उनको अपने जीवन का उद्देश्य दूसरों के जीवन को बदल में मिला और एक ट्रेनर के रूप में अपना करियर शुरू किया। उन्होंने अब तक 5000+ लोगों को प्रशिक्षित किया है।   जिस तरह से कोविड में सभी की जिंदगी प्रभावित हुई थी, तन्वी भी उसी तरह प्रभावित हुई। लेकिन हाथ पर हाथ धरे बैठने से अच्छा है की कुछ किया जाए, इसलिए  उन्होंने अपने भाई के ई-कॉमर्स स्टार्टअप से जुडने का फैसला किया। तो आइए जानते हैं उनसे ही उनकी कहानी...   Follow The Genius Talk:   Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/ Insta: https://www.instagram.com/thegeniustalk/ Twitter: https://twitter.com/thegeniustalk99   #TheGeniusTalk #GeniusTalk #TalkSeries #TanviGadoya #Trainer #TheGeniusTalkPodcast

  6. 04/01/2022

    Extraordinary Success Requires Extraordinary Sacrifice l Harshal Mankad l The Genius Talk

    Extraordinary Success Requires Extraordinary Sacrifice l Harshal Mankad l The Genius Talk અસાધારણ સફળતા મેળવવા અસાધારણ ભોગ આપવો પડે છે. હર્ષલ માંકડ માને છે કે સફળતા કરતા અસફળતા વધુ શીખવે છે. પોતે પણ એક સમયે UPSC ની પરીક્ષા પાસ કરવા ઇચ્છતા હતા પરંતુ ન કરી શક્યા આ નિષ્ફ્ળતાએ એમને ઘણું શીખવ્યું અને ફરીથી પ્રયાસ કરતા શીખવ્યું. જીવનની જરૂરીયાત પુરી કરવા માટે એક ફિક્સ ઈન્ક્મ જરૂરી હોય છે એના માટે બેંકની જોબ કરી રહ્યા છે. લોકો જયારે એક જોબ કે બિઝનેસથી થાકી જતા હોય છે ને ફરીયાદ કરતા હોય છે કે બીજું કંઈ કરવા માટે સમય જ ક્યાં મળે છે, એમને મલ્ટી ટાસ્કીંગ કેમ કરવું એ હર્ષલ પાસેથી શીખવા જેવું છે. જોબની સાથે એમને પોતાના શોખ પણ પુરા કર્યા છે અને નવી નવી વસ્તુઓ પણ ટ્રાઈ કરી છે. તેમને ટીચર થવાનો શોખ હતો તો ટીચર થયા, મોટીવેશનલ સ્પીકર પણ થયા, લખવાનો શોખ હતો તો પાંચ પુસ્તક પણ લખ્યા. છઠું પુસ્તક જયારે લખી રહ્યા હતા ત્યારે અચાનક સંજોગો સર્જાતા ગયા અને એના પર ફિલ્મ બનાવાનું નક્કી થયું. ફિલ્મ બનાવાનું નક્કી તો થયું પણ નાયકનો રોલ કોણ નિભાવશે? આખરે આ રોલ તેઓ જ નિભાવે એવું નક્કી થયું અને આ રીતે હર્ષલ ગુજરાતી ફિલ્મ "યુવા સરકાર" થી બની ગયા ગુજરાતી સિને જગતના સ્ટાર. IMDB રેટિંગ મુજબ "યુવા સરકાર" 2020 ની સૌથી સફળ ગુજરાતી ફિલ્મ છે. તો આવો જાણીએ એમની કહાની એમની પાસેથી જ... Follow The Genius Talk: Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/ Insta: https://www.instagram.com/thegeniustalk/ Twitter: https://twitter.com/thegeniustalk99 #TheGeniusTalk #GeniusTalk #TalkSeries #HarshalMankad #YuvaSarkar #TheGeniusTalkPodcast

About

"Those who tell the stories rule the world" the Native American proverb is the base of the Genius Talk series idea. All that makes a difference is the great stories behind the success of A Genius. We aim to create this series to bring closer the Society at large by way of sharing the real stories of innovations, fight back to chase and achieve the dreams, words of motivation, achievements and social initiatives. Genius Talk as the words depict it’s a talk series showcasing the influential stories to learn from the experience of the people who are Genius by their actions in real life.